શૈક્ષણિક પારિતોષિક વિષે માહિતી (વર્ષ ૨૦૨૫–૨૦૨૬)
અખિલ ભારતીય નાગર પરિષદ- રાજકોટ શાખા ધ્વારા શૈક્ષણિક પારિતોષિક અનુક્રમ નંબર સામે આપેલ વિગતે તારીખ ૧-૪-૨૦૨૫ થી તારીખ ૩૧-૩-૨૦૨૬ માં જુન સત્રાંતે ઉતિર્ણ થયેલ, ચાલુ અભ્યાસ હોય તેવા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને મેરીટ ધોરણે શૈક્ષણિક પારિતોષિક આપવામાં આવશે. *તારીખ ૧૫-૯-૨૦૨૬* સુધીમાં અખિલ ભારતીય નાગર પરિષદના કાર્યાલય ઓફીસ નંબર : ૧૮, અપર લેવલ, સદગુરૂ કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, રાજકોટ સવારે ૧૦-૩૦ થી ૧૨-૩૦ સુધીમાં ફોર્મ મેળવી લેવા. બહારગામના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીએ શ્રી બાલેન્દુભાઈ મહેતા, મો-૯૪૨૮૨ ૯૯૭૦૧ ઉપર સંપર્ક કરી માહિતી તથા ફોર્મ મેળવી લેવા. શૈક્ષણિક પારિતોષિક અનુક્રમ નંબર : ૧ થી ૩૬ માટે સૌરાષ્ટ્ર-કચ્છ ના કોઈપણ પરીક્ષા કેન્દ્રમાંથી ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી/વિદ્યાર્થીની માટે આ પારિતોષિક છે. એમ.બી.બી.એસ. / બી.ડી.એસ. ના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓનું વતન સૌરાષ્ટ્ર કચ્છ હોવું જરૂરી છે. વિદ્યાર્થી / વિદ્યાર્થીનીએ ફોર્મમાં એક ફોટો પેસ્ટ કરીને તેમજ બીજો ફોટો પીન કરીને મોકલવાનો રહેશે. ફોર્મ તેમજ માર્કશીટ વગેરે હાર્ડકોપીમાં જ મોકલવાના રહેશે. પીડીએફ કે વોટસએપથી મોકલેલ અરજીપત્રકો માન્ય રહેશે નહિ જેની ખાસ નોંધ લેવી. વિશેષ કોઈપણ માહિતી માટે શ્રી જયદીપભાઈ વસાવડા મોબાઈલ નં. ૯૮૨૪૨૧૬૨૩૮ ઉપર સંપર્ક કરવા વિનંતી.
પ્રમુખ શ્રી અખિલ ભારતીય નાગર પરિષદ રાજકોટ શાખા
