
e - કલમ કડછી બરછી
કવિતા, લેખ, સિદ્ધિઓ, સમાચાર અને સમાજ ઉપયોગી માહિતી.

અ.ભા.ના.પ. રાજકોટ દ્વારા પ્રદર્શન
શારદીય મહોત્સવ ૨૦૨૬ નાં શુભારંભ સાથે અખિલ ભારતીય નાગર પરિષદ રાજકોટ શાખા તથા અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ ટ્રસ્ટ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત સમસ્ત નાગર જ્ઞાતિનાં બહેનો અને ભાઈઓ માટે હસ્તકલા અને ગુહ ઉધોગ પ્રદર્શન તા. ૨૭.૯.૨૦૨૬ ને રવિવારે સવારે ૮.૦૦ થી રાત્રિના ૮.૦૦ સુઘી નાગર બોર્ડિંગ ખાતે રાખવામાં આવશે જેની વધુ વિગત માહિતી આગળ મેસેજ થી જણાવવામાં આવશે.
પ્રમુખ શ્રી, ABNP રાજકોટ
સંસ્થા સમાચાર
શૈક્ષણિક પારિતોષિક વિષે માહિતી (વર્ષ ૨૦૨૫–૨૦૨૬) અખિલ ભારતીય નાગર પરિષદ- રાજકોટ શાખા ધ્વારા શૈક્ષણિક પારિતોષિક અનુક્રમ નંબર સામે આપેલ વિગતે
આગળ વાંચોલગ્ન વિષયક:
નામ : કૃતાર્થ નાણાવટી જન્મ તારીખ : 04-11-1993 જન્મ સમય : સવારે 7:34 વાગ્યે જન્મ સ્થળ : જામનગર ઊંચાઈ :
આગળ વાંચોડો. નિમિત ઓઝા લેખિત વાંચવા સમજવા જેવો લેખ
કહો જોઈએ, તમારા શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર વિવેચક કોણ છે? ✒લેખક : ડૉ. નિમિત્ત ઓઝા આપણા દરેકના જીવનમાં સર્જનાત્મક વિવેચન જરૂરી
આગળ વાંચોસંસ્થા સમાચાર
શ્રી રાજકોટ સમસ્ત નાગર જ્ઞાતિ સર્વમંગલ ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રવિવાર, તા.૩૦-૦૮-૨૦૨૬ના રોજ સમસ્ત નાગર જ્ઞાતિનાં રાજકોટ સ્થિત બાળકો માટે શિવસ્તુતિ/શ્લોક સ્પર્ધા તથા બહેનો માટે આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં ભાગ લેવા તા. ૨૬-૦૮-૨૦૨૬ સુધીમાં નામ નોંધણી કરાવી શકાશે. વિશેષ વિગતો માટે સંપર્ક :–
મંત્રીશ્રી યજ્ઞેષ માંકડ (94287 00713)
ખજાનચીશ્રી જલેન્દુ જોશીપુરા
(94265-93547)
ટ્રસ્ટીશ્રી દેવાંગભાઈ મંકોડી
(94277-20169)
ટ્રસ્ટી શ્રીમતી જ્યોતિબેન અંજારિયા
- (99789-45002)
કલમ કડછી બરછી અગાઉના વર્ષોના અંકો અંગે..
પિતાશ્રી શાંતિભાઈ દ્વારા ઓગસ્ટ ૧૯૫૪ માં શરૂ થયેલ કકબમાં પ્રકાશિત થતા તે સમયના સમાચારો, સંસ્થાઓની ગતિવિધિ જાણવા, સંશોધન અભ્યાસમાં ઉપયોગી એવા લેખ, ત્યારના લેખન અને લેખકોનો પરિચય થાય તેવા બહુવિધ ઉદ્દેશથી કકબના ઓગસ્ટ ૧૯૫૪ ના વર્ષથી શક્ય તેટલા અંકો સ્કેન કરી PDF રૂપે ક્રમે ક્રમે અત્રે મૂકવામાં આવશે. રસિક જ્ઞાતિજનો લાભ લઈ શકે છે. (નોંધ: સંજોગોને કારણે વચ્ચેના વર્ષોમાં પ્રકાશન બંધ કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ ૧૯૬૯ માં ફરી શરૂ કરવામાં આવ્યું હતું.જે જાણવા)
